અમદાવાદમાં રોડ નિર્માણમાં કોન્ટ્રાક્ટરો માટે GPS અને 5 વર્ષની DLP ફરજિયાત
અમદાવાદમાં રોડ નિર્માણમાં કોન્ટ્રાક્ટરો માટે GPS અને 5 વર્ષની DLP ફરજિયાત
Published on: 05th October, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રોડ નિર્માણની ગુણવત્તા સુધારવા નવી SOP જાહેર કરી છે. હોટમિક્સ ડમ્પરમાં GPS ટ્રેકિંગ ફરજિયાત રહેશે, જેના આધારે જ બિલની ચુકવણી થશે. SCADA સિસ્ટમ મુજબ જથ્થાની ચકાસણી બાદ જ પેમેન્ટ થશે. બિટુમિન રોડ માટે 5 વર્ષ અને અન્ય કામ માટે 1 વર્ષની Defects Liability Period (DLP) રહેશે. DLP હેઠળના રોડની વર્ષમાં બે વાર તપાસ થશે અને તેનો રેકોર્ડ વેબસાઇટ પર જાહેર કરાશે. મટિરિયલ ટેસ્ટિંગ અને મિક્સ ડિઝાઇન મંજૂરી પણ ફરજિયાત છે.