અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટમાં કપડવંજના ૧૯ વર્ષીય યુવકનું દુ:ખદ મૃત્યુ
અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટમાં કપડવંજના ૧૯ વર્ષીય યુવકનું દુ:ખદ મૃત્યુ
Published on: 20th July, 2026

અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં શનિવારે બપોરે થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં 8 શ્રામિકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં કપડવંજના ૧૯ વર્ષીય અશરફઅલી ઇરફાનઅલી સૈયદનું કરૂણ મૃત્યુ થયું. પરિવારને આર્થિક મદદ કરવા અમદાવાદ આવેલા અશરફઅલીના મૃતદેહને રવિવારે કપડવંજ લાવવામાં આવ્યો ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો. દિવ્યાંગ પિતાએ પોતાના જુવાનજોધ પુત્રની અંતિમવિધિ કરી. આ ઘટનાએ અનેક પરિવારોને ઘેરા શોકમાં ડૂબાડી દીધા છે.