આણંદ મનપા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામો જાહેર.
આણંદ મનપા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામો જાહેર.
Published on: 28th May, 2026

આણંદ મનપામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની આજે સત્તાવાર જાહેરાત થશે. મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત બેઠક હોવાથી ત્રણ મહિલા કોર્પોરેટરોના નામ ચર્ચામાં છે. ડેપ્યુટી મેયર માટે મહેન્દ્રસિંહ સોલંકી અને કેતન બારોટના નામ આગળ છે. સ્ટેન્ડિંગ ચેરમેન માટે સ્વપ્નિલ પટેલ અને હરેકૃષ્ણ પટેલના નામ પ્રબળ દાવેદાર છે. પક્ષ હાઈકમાન્ડ જ્ઞાતિ, ભૌગોલિક વિસ્તાર અને અનુભવ ધ્યાનમાં રાખી અંતિમ નિર્ણય લેશે.