અમદાવાદ સિવિલના ઈબોલા શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ.
અમદાવાદ સિવિલના ઈબોલા શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ.
Published on: 28th May, 2026

કૉંગોથી વડોદરા આવેલા ઈબોલા વાઈરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જે ગુજરાતના આરોગ્ય વિભાગ અને નાગરિકો માટે રાહતના સમાચાર છે. આરોગ્ય મંત્રીએ અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. આ યુવક બિઝનેસ ટૂર પર ભારતમાં આવ્યો હતો અને તેના સંપર્કમાં આવેલા ત્રણ લોકોને ક્વોરન્ટાઇન કરાયા હતા. રિપોર્ટ નેગેટિવ આવતા સૌને હાશકારો થયો છે. આફ્રિકાના કેટલાક દેશોમાં ઈબોલાના વધતા પ્રકોપને કારણે ભારતમાં પણ તકેદારીના પગલાં લેવાયા છે.