સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર!
સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર!
Published on: 28th May, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુભાષ બ્રીજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી પરના આ બ્રીજના ડિમોલિશન કાર્યને ધ્યાનમાં રાખીને, વાહનચાલકો અને રાહદારીઓની સલામતી માટે પૂર્વ બાજુનો રિવરફ્રન્ટ રોડ શીતલ એક્વા ફ્લેટથી ઈસ્કોન રિવરસાઈડ ફ્લેટ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, લોઅર પ્રોમિનાડ (વોકવે) પણ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. નાગરિકો માટે વૈકલ્પિક માર્ગની જાહેરાત કરાઈ છે.