શહેરા નગરપાલિકામાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે ટ્રેક્ટર
શહેરા નગરપાલિકામાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે ટ્રેક્ટર
Published on: 29th July, 2026

પંચમહાલની શહેરા નગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરા સંગ્રહમાં ટ્રેક્ટરના ઉપયોગથી સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ટ્રોલીની ઊંચાઈ વધુ હોવાથી ખાસ કરીને મહિલાઓને કચરો નાખવામાં તકલીફ પડે છે અને કચરો રસ્તા પર પડી જવાની ઘટનાઓ બને છે. ઉપરાંત, સુકો અને ભીનો કચરો અલગ એકત્ર કરવાની જગ્યાએ એકસાથે લેવામાં આવતો હોવાના આક્ષેપો થયા છે. સ્થાનિકોએ સ્વચ્છતા અને આરોગ્યને ધ્યાનમાં રાખી ટ્રેક્ટરની જગ્યાએ યોગ્ય કચરા સંગ્રહ વાહન શરૂ કરવાની માંગ કરી છે.