બળતણના ખોળની આડમાં 58 લાખનો દારૂ ઝડપાયો
બળતણના ખોળની આડમાં 58 લાખનો દારૂ ઝડપાયો
Published on: 31st August, 2026

પંચમહાલ LCB પોલીસે સંતરોડ ઓવરબ્રિજ નજીક એક ટ્રકમાંથી બળતણના ખોળની આડમાં લઈ જવાઈ રહેલો 58 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 15,960 દારૂની બોટલો, ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ 70.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે રાજસ્થાનના બાડમેર નિવાસી ટ્રક ચાલક અશોક મીરાસીની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મધ્ય પ્રદેશ થઈ વડોદરા અને રાજકોટ લઈ જવાઈ રહ્યો હતો. આ કેસમાં અન્ય ત્રણ શખસો સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.