સાયલાના મોટા કેરાળા ખાતે ગેરકાયદે પથ્થરની ખાણ પર પોલીસના દરોડા.
સાયલાના મોટા કેરાળા ખાતે ગેરકાયદે પથ્થરની ખાણ પર પોલીસના દરોડા.
Published on: 22nd June, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા કેરાળા ગામની સીમમાં ચાલતી ગેરકાયદે પથ્થરની ખાણ પર પોલીસે અચાનક દરોડા પાડ્યા છે. આ સફળ કાર્યવાહી દરમિયાન પોલીસે ગેરકાયદેસર ખોદકામમાં વપરાતા ૬ હિટાચી મશીન અને ૪ ડમ્પર સહિત અંદાજે ₹૪.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનાની ગંભીરતાને જોઈને આગળની દંડાત્મક કાર્યવાહી અને માપણી માટે ખાણ-ખનીજ વિભાગની ટીમને બોલાવવામાં આવી છે. આ દરોડા બાદ સ્થાનિક તંત્રની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા છે, જ્યારે પોલીસે ઝડપાયેલા વાહનોના માલિકો અને ડ્રાઈવરોના નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.