સૌરાષ્ટ્રમાં જળસંકટ: રાજકોટના 26 જળાશયો 50% ખાલી
સૌરાષ્ટ્રમાં જળસંકટ: રાજકોટના 26 જળાશયો 50% ખાલી
Published on: 14th July, 2026

સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે અત્યાર સુધી નહિવત વરસાદને કારણે ગંભીર જળસંકટ ઊભું થયું છે. રાજકોટ જિલ્લાના મુખ્ય 26 જળાશયો 50 ટકા ખાલી થઈ ગયા છે, જેમાં ભાદર ડેમમાં 43% અને ન્યારી ડેમમાં માત્ર 24% જળસંગ્રહ બચ્યો છે. વેરી ડેમ અને છાપરવાડી ડેમ-2 સંપૂર્ણપણે સૂકા જાહેર કરાયા છે, જેનાથી ડઝનથી વધુ ગામડાઓમાં પીવા અને ખેતીના પાણીની હાલાકી શરૂ થઈ ગઈ છે. જો સારો વરસાદ નહીં વરસે તો પીવાના પાણીની કટોકટી વધુ ઘેરી બનશે, જેની અસર ખેતી, પશુપાલન અને ઉદ્યોગો પર પણ પડશે.