જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલો પથ્થરમારો
જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલો પથ્થરમારો
Published on: 08th September, 2026

જામનગરના સંવેદનશીલ ગણાતા બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે જૂની અદાવત કે નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું હતું. પરિસ્થિતિ પથ્થરમારા સુધી પહોંચતાં સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.