અમદાવાદના વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો સ્વિમિંગ પુલ વિવાદ
અમદાવાદના વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો સ્વિમિંગ પુલ વિવાદ
Published on: 21st July, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંચાલનમાં ગંભીર બેદરકારી સામે આવી છે. એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે જેમાં કોમ્પ્લેક્સના કર્મચારીઓ અનાધિકૃત રીતે સ્વિમિંગ પૂલનો દુરુપયોગ કરતા જોવા મળે છે. જ્યાં સામાન્ય નાગરિકો અને ખેલાડીઓ માટે કડક નિયમો છે, ત્યાં કર્મચારીઓ મોજ-મજા કરતા કેદ થયા છે. આ ઘટના ખેલાડીઓ માટે તાલીમ હેતુ માટે બનેલા પૂલના દુરુપયોગ અને સંચાલક એજન્સીની મનમાની તરફ ઇશારો કરે છે, જેના કારણે કોર્પોરેશનના વહીવટ પર પ્રશ્નો ઉભા થયા છે.