અમદાવાદ એલ.જી. હોસ્પિટલમાં આધુનિક પોસ્ટમોર્ટમ વિભાગનો શુભારંભ
અમદાવાદ એલ.જી. હોસ્પિટલમાં આધુનિક પોસ્ટમોર્ટમ વિભાગનો શુભારંભ
Published on: 17th September, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ એલ.જી. મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં 18 કોલ્ડ સ્ટોરેજ યુનિટ ધરાવતી નવી મોટર્યુરી અને અદ્યતન પોસ્ટમોર્ટમ વિભાગનો પ્રારંભ થયો છે. આ સુવિધાથી પૂર્વ અમદાવાદના નાગરિકોને મેડિકો-લીગલ સેવાઓ માટે સિવિલ હોસ્પિટલ સુધી જવાની જરૂર રહેશે નહીં. મૃતદેહોને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ યોગ્ય તાપમાને સુરક્ષિત રાખવા 18 યુનિટ્સ સ્થાપિત કરાયા છે. આનાથી પોલીસ પ્રક્રિયા અને પરિવારજનોની દોડધામ ઘટશે. ફારેન્સિક મેડિસિન નિષ્ણાતો અને આધુનિક સાધનો ઉપલબ્ધ હોવાથી કાયદાકીય રિપોર્ટ ઝડપી બનશે. એલ.જી. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પણ તાલીમમાં સરળતા રહેશે.