ગર્ભવતી મહિલાઓ માટે રેલવેના ખાસ નિયમો
ગર્ભવતી મહિલાઓ માટે રેલવેના ખાસ નિયમો
Published on: 19th September, 2026

ગર્ભવતી મહિલાઓને ટ્રેન મુસાફરી દરમિયાન ખાસ સુવિધાઓ મળી શકે છે. જો અપર કે મિડલ બર્થ ફાળવવામાં આવે તો મુશ્કેલી થઈ શકે છે. આ માટે રેલવે દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે અલગ-અલગ કોચમાં લોઅર બર્થની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્લીપર ક્લાસમાં 6-7, 3AC માં 4-5 અને 2AC માં 3-4 લોઅર બર્થ ફાળવવામાં આવે છે. આ લોઅર બર્થ માટે ટિકિટ બુક કરાવી શકાય છે. લોઅર બર્થ માટે રેલવે કાઉન્ટર પરથી ફોર્મ ભરીને ટિકિટ લેવી પડે છે, ઓનલાઈન આ સુવિધા નથી. TTE સાથે પણ વાત કરી શકાય છે.