પર્યાવરણના રોગની સારવાર કરતી કાનપુરની ડેન્ટિસ્ટ
પર્યાવરણના રોગની સારવાર કરતી કાનપુરની ડેન્ટિસ્ટ
Published on: 31st August, 2026

કાનપુરના ડેન્ટિસ્ટ ડૉ. સંજીવની શર્મા દર રવિવારે રસ્તાઓ અને ગંગા ઘાટ પરથી પ્લાસ્ટિક અને કચરો સાફ કરે છે. તેમણે માર્ચ 2021માં ‘કાનપુર પ્લોગર્સ’ની સ્થાપના કરી, જે હવે 800થી વધુ યુવાનો સાથે એક જનઆંદોલન બની ગયું છે. આ ટીમે 1,20,000 કિલોથી વધુ સિંગલ-યુઝ પ્લાસ્ટિક રિસાયકલ કરીને તેને નદીમાં ભળતું અટકાવ્યું છે. તેઓ રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બાંકડા, હિંચકા અને ટ્રી-ગાર્ડ બનાવે છે. ‘ગંગા સૂત્ર વેલ્ફેર ફાઉન્ડેશન’ દ્વારા સ્થાનિક મહિલાઓને રોજગારી પણ પૂરી પાડે છે. વડાપ્રધાન મોદીએ પણ ‘મન કી બાત’માં તેમની કામગીરીની પ્રશંસા કરી છે.