આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ સારવાર ન આપે તો, ફરિયાદ કેવી રીતે કરશો?
આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ સારવાર ન આપે તો, ફરિયાદ કેવી રીતે કરશો?
Published on: 28th August, 2026

આયુષ્માન ભારત યોજના (PM-JAY) હેઠળ દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત મેડિકલ સારવાર મળે છે. પરંતુ, માન્ય આયુષ્માન કાર્ડ હોવા છતાં, કેટલીક હોસ્પિટલો મફત સારવાર આપવાનો ઇનકાર કરે છે અથવા ગેરકાયદેસર રીતે પૈસા માંગે છે. આવી પરિસ્થિતિમાં, સૌ પ્રથમ હોસ્પિટલમાં 'આયુષ્માન મિત્ર' (Ayushman Mitra) નો સંપર્ક કરો. જો ત્યાં સમાધાન ન થાય, તો ટોલ-ફ્રી હેલ્પલાઇન 14555 પર કૉલ કરીને અથવા cgrms.pmjay.gov.in વેબસાઈટ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. ફરિયાદ નોંધાવ્યા બાદ તમને એક યુનિક ગ્રીવન્સ નંબર (UGN) મળશે, જેનો ઉપયોગ કરીને સ્ટેટસ ચેક કરી શકાય છે.