ભરૂચમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે 'બિયોન્ડ ધ હોરાઈઝન' અભિયાનનું આગમન
ભરૂચમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે 'બિયોન્ડ ધ હોરાઈઝન' અભિયાનનું આગમન
Published on: 29th August, 2026

સમાજમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે શરૂ થયેલું 'બિયોન્ડ ધ હોરાઈઝન-અ રાઈડ ફોર રેઝિલિયન્સ' નામનું રાષ્ટ્રીય અભિયાન હાલ ભરૂચ પહોંચ્યું છે. આ મોટરસાયકલ યાત્રા દિલ્હીથી કન્યાકુમારી અને પરત દિલ્હી સુધી ચાલી રહી છે, જેમાં ટીમ વિવિધ શહેરોમાં લોકો સાથે માનસિક સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહી છે. 20 ઓગસ્ટે શરૂ થયેલ આ યાત્રા 15 ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં 50 થી વધુ શહેરો અને 100 થી વધુ શૈક્ષણિક અને સામુદાયિક સ્થળોએ કાર્યક્રમો યોજાશે.