મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્ત દિવસની ઉજવણી
મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્ત દિવસની ઉજવણી
Published on: 11th August, 2026

મહીસાગર જિલ્લામાં બાળકો અને કિશોરોના સ્વાસ્થ્યને ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ, આરોગ્ય કાર્યકરો, આશા બહેનો અને આંગણવાડી વર્કર્સની ટીમોએ જિલ્લાની શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રો ખાતે 1 થી 19 વર્ષના 3,22,895 બાળકો અને કિશોરોને કૃમિનાશક ગોળી (એલ્બેન્ડાઝોલ) વિનામૂલ્યે આપી.