સુરત પાલિકામાં મોડા આવતા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી
સુરત પાલિકામાં મોડા આવતા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી
Published on: 22nd September, 2026

સુરત પાલિકાની કચેરીમાં સમયસર હાજર ન રહેતા કર્મચારીઓ સામે હવે કડક પગલાં લેવાશે. તાપી ભવનમાં કમિશનરના આદેશ બાદ વિજિલન્સની ટીમે અચાનક તપાસ કરી મોડા આવનારા કર્મચારીઓના નામ અને સમય નોંધ્યા છે. બાયોમેટ્રિક હાજરી સાથે ક્રોસ વેરિફિકેશન બાદ મેમો, સી.એલ. કાપવા અને શિક્ષાત્મક કાર્યવાહી સુધીના પગલાં ભરાશે. ફિલ્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે ગૂગલ લોકેશન સાથે ફોટો મોકલવાની વ્યવસ્થા પણ ચકાસવામાં આવશે. આ કાર્યવાહી અધિકારીઓ અને જવાબદાર પદાધિકારીઓને પણ લાગુ પડશે.