ઉમરગામ GIDCમાં ટેક્ષટાઈલ કંપનીમાં ભીષણ આગ
ઉમરગામ GIDCમાં ટેક્ષટાઈલ કંપનીમાં ભીષણ આગ
Published on: 22nd September, 2026

વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં આવેલી કૃપા ટેક્ષટાઇલ કંપનીમાં ગઈકાલે રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગ વિકરાળ બનતાં આખી કંપની લપેટમાં આવી ગઈ હતી. સદનસીબે, કંપનીમાં કાર્યરત કર્મચારીઓ સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. રાત્રિના સમયે લાગેલી આ આગથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલા ફાયર વિભાગના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ શોર્ટ સર્કિટને પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે.