અમદાવાદ રેલવે ડિવિઝન વાંદરાંના ત્રાસથી છુટકારો મેળવવા કરશે 9.15 કરોડનો ખર્ચ!
અમદાવાદ રેલવે ડિવિઝન વાંદરાંના ત્રાસથી છુટકારો મેળવવા કરશે 9.15 કરોડનો ખર્ચ!
Published on: 22nd September, 2026

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ઓવરહેડ ઈક્વિપમેન્ટ (OHE) વીજ થાંભલાઓ પર વાંદરાં ચઢી જવાથી થતી શોર્ટસર્કિટ અને ટ્રેનો મોડી પડવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે અંદાજે 30 હજારથી વધુ વીજ થાંભલાઓ પર 'એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ' અને 'બર્ડ ડિટરન્ટ ડિસ્ક' લગાવવામાં આવશે. આ માટે 9.15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ગાંધીગ્રામ-બોટાદ રૂટ પર આ ડિવાઇસની પ્રાયોગિક સફળતા બાદ આ નિર્ણય લેવાયો છે.