સુરતમાં દોઢ વર્ષના બાળકે ગળી સેફ્ટીપિન
સુરતમાં દોઢ વર્ષના બાળકે ગળી સેફ્ટીપિન
Published on: 26th August, 2026

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રમતા-રમતા દોઢ વર્ષનો બાળક ખુલ્લી સેફ્ટીપિન ગળી ગયો હતો. આ પિન બાળકની અન્નનળીમાં ફસાઈ જતાં પરિવારના જીવ તાળવે ચોંટ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલના ENT વિભાગના તબીબોએ આધુનિક ટેકનિકથી 2 સેન્ટિમીટરની પિન કોઈપણ જાતની કાપકૂપ વગર બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું છે. એક્સ-રે બાદ ENT ટીમે એન્ડોસ્કોપી (દૂરબીન) ટેકનિકની મદદથી માત્ર 30થી 45 મિનિટમાં પિન સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી.