માધાપરમાં ૧૮૪ દિવ્યાંગજનોને સહાય: વ્હીલચેર બનશે ઉપયોગી, જીવનમાં ઉમેરાયો ‘સાધનરૂપી સહારો’
માધાપરમાં ૧૮૪ દિવ્યાંગજનોને સહાય: વ્હીલચેર બનશે ઉપયોગી, જીવનમાં ઉમેરાયો ‘સાધનરૂપી સહારો’
Published on: 03rd October, 2026

માધાપર ખાતે નવચેતન અંધજન મંડળ દ્વારા સેવા સંકલ્પ અભિયાન યોજાયું, જેમાં દિવ્યાંગજનોને સાધન સહાય તથા વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું. છેલ્લા 5 વર્ષમાં 1,548 લાભાર્થીઓને સાધન સહાય અપાઈ છે. આ અભિયાનમાં કુલ 184 લાભાર્થીઓને લાભ મળ્યો, જેમાં એસ.ટી. બસ પાસ, લગ્ન સહાય, બ્રેઇલ કીટ, સ્પેશિયલ કીટ અને લોકોમોટેડ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને જરૂરી સાધનોનો સમાવેશ થાય છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ મંડળના પ્રયાસોને બિરદાવ્યા.