8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
Published on: 27th April, 2026

દેશના ૪૫ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૦ લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી દીધી છે. પંચની ટીમ વિવિધ રાજ્યોની મુલાકાત લઈ કર્મચારી યુનિયનો સાથે બેઠકો કરી રહી છે. કર્મચારી સંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટર વધારીને ૩.૮૩૩ કરવાની અને લઘુત્તમ બેઝિક પે ₹૧૮,૦૦૦થી વધારીને ₹૬૯,૦૦૦ કરવા માટે મજબૂત માંગ કરી છે. આ ઉપરાંત, મોંઘવારી ભથ્થાની ગણતરી માટે નવી પદ્ધતિનું પણ સૂચન કરાયું છે, જેનાથી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે.