તમિલનાડુમાં ફરી રાજકીય ભૂકંપ! AIADMKમાં 'મહારાષ્ટ્ર' જેવો ખેલ!
તમિલનાડુમાં ફરી રાજકીય ભૂકંપ! AIADMKમાં 'મહારાષ્ટ્ર' જેવો ખેલ!
Published on: 11th May, 2026

તમિલનાડુના રાજકારણમાં એક ઐતિહાસિક વળાંક જોવા મળી રહ્યો છે. AIADMK અત્યારે તેના અસ્તિત્વના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. એડપ્પાદી કે. પલાનીસ્વામીના નેતૃત્વ સામે પક્ષના જ વરિષ્ઠ નેતાઓએ મોરચો ખોલ્યો છે, જેના કારણે પક્ષ હવે વિભાજન તરફ આગળ વધી રહ્યો હોય તેમ જણાય છે. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની નવી પાર્ટી TVK છે. શનિવારે વિજયે બહુમતી સાબિત કર્યા બાદ, AIADMKના અનેક વરિષ્ઠ નેતાઓ ઈચ્છે છે કે, પક્ષ વિજયની સરકારને સમર્થન આપે અને સત્તામાં ભાગીદારી કરે. જોકે, EPS આ પ્રસ્તાવ સામે મક્કમ વિરોધ નોંધાવી રહ્યા છે.