રેપ પીડિતા ગર્ભપાત: કાયદા સુધારા માટે સુપ્રીમનો નિર્દેશ.
રેપ પીડિતા ગર્ભપાત: કાયદા સુધારા માટે સુપ્રીમનો નિર્દેશ.
Published on: 01st May, 2026

સુપ્રીમ કોર્ટે સગીરાના ગર્ભપાત સંબંધિત એક કેસમાં ગુરુવારે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. બળાત્કાર પીડિત એક સગીરાના ૩૦ સપ્તાહના ગર્ભપાતને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટના આદેશને એઈમ્સે ક્યુરેટિવ અરજી કરી પડકાર્યો હતો. આ અરજી નકારી કાઢતા સુપ્રીમે કહ્યું કે, સરકારે નાગરિકોની પસંદગીનું સન્માન કરવું જોઈએ. કોઈ સગીર રેપ પીડિતાને ગર્ભ જાળવી રાખવા ફરજ પાડી શકાય નહીં. સુપ્રીમે રેપ પીડિતાઓને ૨૦ સપ્તાહથી વધુના અનિચ્છિત ગર્ભને પાડી દેવા મંજૂરી માટે કાયદામાં સુધારો કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા