કોલ ડ્રોપ, નબળા નેટવર્ક?
કોલ ડ્રોપ, નબળા નેટવર્ક?
Published on: 09th August, 2026

જો તમને વારંવાર કોલ ડ્રોપ, નબળા નેટવર્ક સિગ્નલ અથવા કોલ દરમિયાન અસ્પષ્ટ ઓડિયો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો હવે તમે સીધી TRAI ને જાણ કરી શકો છો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ Android વપરાશકર્તાઓ માટે TRAI MyCall નામની નવી એપ લોન્ચ કરી છે. આ એપ્લિકેશન દ્વારા, એક અબજથી વધુ ટેલિકોમ વપરાશકર્તાઓ તેમના કોલિંગ અનુભવો શેર કરી શકશે. દરેક કોલ પછી, એપ્લિકેશન તમને કોલ ગુણવત્તા રેટ કરવા માટે પોપ-અપ દ્વારા પૂછશે. TRAI MyCall દ્વારા કોલ ડ્રોપ, નેટવર્ક સમસ્યાઓ, ઓડિયો વિલંબ જેવી અનેક સમસ્યાઓની ફરિયાદ નોંધાવી શકાય છે.