બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી સતત બીજા વર્ષે ગુજરાતમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો
બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી સતત બીજા વર્ષે ગુજરાતમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો
Published on: 26th August, 2026

બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીએ સતત બીજા વર્ષે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી સહકારી ક્ષેત્રમાં ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે. 6779 થી વધુ મંડળીઓમાં નફાકારકતા, આર્થિક વિશ્વસનીયતા અને સામાજિક યોગદાનના આધારે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. વડોદરા ખાતે આયોજિત રજત જયંતિ મહોત્સવમાં ચેરમેન રશ્ર્વીનભાઈ ડોડિયાને બેસ્ટ પર્ફોર્મન્સ એવોર્ડ એનાયત થયો. તેમની કુનેહપૂર્ણ કામગીરીને કારણે મંડળીની સહકારી પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો છે અને સભાસદોને આર્થિક-સામાજિક રીતે સશક્ત બનાવવા પ્રયાસો ચાલુ છે.