ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ.
ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ.
Published on: 15th May, 2026

૩૦ સપ્ટેમ્બર અથવા નવો આદેશ જારી ન થાય ત્યાંસુધી કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. ઘરઆંગણે ખાંડનો પૂરવઠો જાળવી રાખવા ભાવને નીચા રાખવાના હેતુ સાથે આ નિર્ણય આવી પડયો હોવાનું માનવામાં આવે છે. ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે,  સરકારે ખાંડની નિકાસને મર્યાદિતમાંથી પ્રતિબંધિત યાદીમાં આવરી લીધી છે. આદેશ પ્રમાણે દેશમાંથી કાચી, વ્હાઈટ તથા રિફાઈન્ડ ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.