છોટાઉદેપુરના સંખેડા-હાંડોદ માર્ગે જંગલ ખાતાની ઓફિસ પાસે પાણીની લાઇનમાં મોટા લીકેજથી વાહનચાલકો હેરાન.
છોટાઉદેપુરના સંખેડા-હાંડોદ માર્ગે જંગલ ખાતાની ઓફિસ પાસે પાણીની લાઇનમાં મોટા લીકેજથી વાહનચાલકો હેરાન.
Published on: 02nd October, 2026

સંખેડા-હાંડોદ માર્ગ પર જંગલ ખાતાની ઓફિસ પાસે અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપ લાઇનમાં લાંબા સમયથી લીકેજ થતાં પાણી માર્ગ પર વહી રહ્યું છે. આના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય રહે છે. સંખેડા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી ન થતાં સ્થાનિક રહીશોમાં રોષ છે. માર્ગ પર ભરાતા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકો પરેશાન છે. ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક પગલાં લેવા લોકોની માંગ છે.