મમતા સામે ફરિયાદ, TMCના 15 સાંસદોની રાજીનામાની તૈયારી
મમતા સામે ફરિયાદ, TMCના 15 સાંસદોની રાજીનામાની તૈયારી
Published on: 28th May, 2026

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ મમતા બેનરજીનો પક્ષ તૃણમુલ કોંગ્રેસ તૂટવા લાગ્યો છે. એવા અહેવાલો છે કે ૧૫ જેટલા સાંસદો ટીએમસી છોડી શકે છે. જ્યારે હાલમાં જ ચૂંટાયેલા ધારાસભ્યોમાં અનેક હવે બળવો કરવાની તૈયારીમાં છે. નંદીગ્રામમાં જે પેટા ચૂંટણી યોજાવાની છે તેના માટે ઉમેદવારો શોધવામાં પણ ટીએમસીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.