જામનગરના ઓખા-ગોરિંજા સેક્શનમાં ડ્રેનેજ ગરનાળાનું કામ પૂર્ણ
જામનગરના ઓખા-ગોરિંજા સેક્શનમાં ડ્રેનેજ ગરનાળાનું કામ પૂર્ણ
Published on: 02nd October, 2026

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને ઓખા-ગોરિંજા સેક્શનમાં વધારાના ડ્રેનેજ ગરનાળાનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે, જે ચોમાસામાં ભારે વરસાદને કારણે થતી પાણી ભરાવાની સમસ્યાને ઉકેલશે અને ટ્રેન સંચાલનની સુરક્ષા વધારશે. સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના જણાવે છે કે આ માર્ગ પાણીના સરળ પ્રવાહ માટે છે, જેનાથી ટ્રેક આસપાસ પાણી ભરાવાનું અને ધોવાણનું જોખમ ઘટશે. રાત્રિના ટ્રાફિક બ્લોક દરમિયાન આ કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરાઈ હતી.