મિડલ ઈસ્ટ યુદ્ધમાં 16 ભારતીયોના મૃત્યુ અને 75 ઘાયલ થવાનો ખુલાસો
મિડલ ઈસ્ટ યુદ્ધમાં 16 ભારતીયોના મૃત્યુ અને 75 ઘાયલ થવાનો ખુલાસો
Published on: 31st July, 2026

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 16 ભારતીય નાગરિકોના મોત થયા છે, જેમાં 10 ક્રૂ મેમ્બર્સ સામેલ છે. આ ઉપરાંત 75 ભારતીયો ઘાયલ થયા છે. મૃતકોમાં સાઉદી અરેબિયા, કુવૈત, ઓમાન, ઇરાક અને UAE ના નાગરિકો સામેલ છે. જ્યારે ઘાયલોમાં UAE, ઓમાન, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા અને ઇઝરાયેલના નાગરિકોનો સમાવેશ થાય છે. એક અલગ દુર્ઘટનામાં કતરના ગેસ પ્લાન્ટમાં 12 ભારતીયોના મોત થયા છે. સરકાર દ્વારા મૃત નાવિકોના પરિવારોને આર્થિક સહાય અને ઈરાનથી ભારતીયોને રેસ્ક્યુ ઓપરેશનની પણ માહિતી અપાઈ.