ખેડૂતોના દિલ્હી કૂચની અસર: સરકારે 2 મુખ્ય શરતો સ્વીકારી
ખેડૂતોના દિલ્હી કૂચની અસર: સરકારે 2 મુખ્ય શરતો સ્વીકારી
Published on: 21st July, 2026

પંજાબના ખેડૂતો FTA (Free Trade Agreement) સામે દિલ્હી કૂચ કરી રહ્યા હતા, પરંતુ હવે ઘરવાપસી કરી રહ્યા છે. શંભૂ, કુંડલી અને ખનૌરી બોર્ડર પર વિરોધ બાદ સરકારે તેમની કેટલીક મુખ્ય માગણીઓ સ્વીકારી લીધી છે. હરિયાણા સરકારે ખેડૂત નેતાઓને મુક્ત કરવા અને કૃષિ મંત્રી સાથે બેઠક યોજવાની શરતો સ્વીકારી છે. જોકે, FTA રદ કરવાની મુખ્ય માગણી પર હજુ નિર્ણય થયો નથી. બે માગણીઓ સ્વીકારાતા ખેડૂતોએ શંભૂ બોર્ડરથી પરત ફરવાનો નિર્ણય લીધો છે.