ટેરિફ વોરને કારણે નિકાસમાં વૈવિધ્યતાના ભારતના વ્યૂહને સફળતાના સંકેત.
ટેરિફ વોરને કારણે નિકાસમાં વૈવિધ્યતાના ભારતના વ્યૂહને સફળતાના સંકેત.
Published on: 28th May, 2026

ભારતે અમેરિકા દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વોર વચ્ચે પોતાની નિકાસમાં વૈવિધ્યતા લાવી ગત નાણાં વર્ષમાં અનેક ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા મુજબ ડીઝલ-ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સની નિકાસ 9.50 લાખ ડોલરથી વધીને 10.71 અબજ ડોલર થઈ છે. અરેબિકા કોફીની નિકાસ 5.30 લાખ ડોલરથી વધીને 1.87 કરોડ ડોલર પહોંચી છે, જ્યારે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ્સનું વિદેશી વેચાણ 7.94 કરોડ ડોલરથી વધીને 1.61 અબજ ડોલર થયું છે.