મહીસાગર SP દ્વારા લુણાવાડા ટાઉન Police Station નું વાર્ષિક નિરીક્ષણ
મહીસાગર SP દ્વારા લુણાવાડા ટાઉન Police Station નું વાર્ષિક નિરીક્ષણ
Published on: 02nd October, 2026

મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સફીન હસન દ્વારા લુણાવાડા ટાઉન Police Station નું વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું. આ દરમિયાન Police Station ની વિવિધ કામગીરી, કાયદો અને વ્યવસ્થા, ગુના રજિસ્ટર અને રેકર્ડની ઝીણવટભરી ચકાસણી કરાઈ. મુદ્દામાલ રૂમ, વહીવટી વિભાગોનું પણ નિરીક્ષણ થયું. ત્યારબાદ, SP એ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, પ્રજાલક્ષી કામગીરી ઝડપી અને પારદર્શક બનાવવા, ગુનાખોરી પર અંકુશ અને અરજદારોના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપી.