નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં થોડા વરસાદમાં પાણી ભરાયું
નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં થોડા વરસાદમાં પાણી ભરાયું
Published on: 12th August, 2026

મંગળવારે અચાનક થયેલા ભારે વરસાદને કારણે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ અને પાર્કિંગ વિસ્તારને જોડતા માર્ગ પર પાણી ભરાઈ ગયું હતું. જોકે, એરપોર્ટ પ્રશાસને ત્વરિત કાર્યવાહી કરીને માત્ર 30 મિનિટની અંદર જ પાણીનો નિકાલ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. આ દરમિયાન વિમાની સેવાઓ અને મુસાફરોની અવરજવર પર કોઈ અસર થઈ નથી. આમ આદમી પાર્ટી (AAP) એ આ ઘટનાને નબળા બાંધકામ અને ભ્રષ્ટાચાર ગણાવી સરકાર પર પ્રહાર કર્યા છે.