UPI પેમેન્ટ ફેઇલ થતાં 5500ના રિફંડના ચક્કરમાં નિવૃત્ત રેલવે એન્જિનિયર ગુમાવ્યા 81360
UPI પેમેન્ટ ફેઇલ થતાં 5500ના રિફંડના ચક્કરમાં નિવૃત્ત રેલવે એન્જિનિયર ગુમાવ્યા 81360
Published on: 03rd October, 2026

વડોદરાના ગોરવાના એક નિવૃત્ત રેલવે એન્જિનિયર સાથે ₹૮૧,૩૬૦ની ઓનલાઇન છેતરપિંડી થઈ છે. યુપીઆઇ પેમેન્ટ ફેઇલ થતાં ₹૫૫૦૦ રિફંડ મેળવવાના પ્રયાસમાં તેમને આ નુકસાન થયું. એસબીઆઇ બ્રાન્ચની સૂચના મુજબ યુપીઆઇમાં કમ્પ્લેઇન કરવા જતાં, ગૂગલ પરથી મેળવેલા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કર્યો. ત્યાંથી એક વ્યક્તિએ યુપીઆઇ એપ ખોલાવી પ્રોસિજર કરાવી, જેના કારણે પૈસા ઉપડી ગયા. વધુ એક વખત ફોન પર રિફંડ પ્રોસેસ કરાવતાં ₹૮૧,૩૬૦ની ઠગાઈ થઈ. ગોરવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.