નવસારી વિજલપોરમાં રેલવે ફાટક બંધ, બ્રિજ કામથી હાલાકી ચરમસીમાએ.
નવસારી વિજલપોરમાં રેલવે ફાટક બંધ, બ્રિજ કામથી હાલાકી ચરમસીમાએ.
Published on: 20th May, 2026

નવસારી વિજલપોર રેલવે ફાટક વિસ્તારમાં ઓવરબ્રિજના કામ અને ફાટક બંધ થવાથી લોકોની મુશ્કેલી વધી છે. માર્ગ બિસ્માર, ખાડા અને અવ્યવસ્થિત ટ્રાફિક વચ્ચે હવે 27 મે સુધી ફાટક બંધ રહેતા હજારો લોકોને દોઢ કિ.મી.નો ચકરાવો લેવો પડશે. 2021થી ચાલતા આ કામના વિલંબથી લોકો પરેશાન છે અને આગામી ચોમાસામાં પણ મુશ્કેલીની ભીતિ છે.