CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ પર ભડક્યા વિદ્યાર્થીઓ!
CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ પર ભડક્યા વિદ્યાર્થીઓ!
Published on: 09th August, 2026

હૈદરાબાદની NALSAR યુનિવર્સિટીમાં આગામી પદવીદાન સમારોહ માટે CJI સૂર્યકાંતને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવાના નિર્ણયનો ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓના એક જૂથે સખત વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે CJI ના તાજેતરના નિવેદનો શૈક્ષણિક સ્વતંત્રતા અને બંધારણીય જવાબદારીના મૂલ્યો વિરુદ્ધ છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પ્રશાસનને પત્ર લખીને તાત્કાલિક પુનર્વિચાર કરવાની માંગ કરી છે, કારણ કે CJI એ યુવાનોને 'કોકરોચ' જેવા અપમાનજનક શબ્દોથી સંબોધ્યા છે. વિદ્યાર્થીઓ માને છે કે આવા અસંવેદનશીલ નિવેદનો પછી તેમના હાથે ડિગ્રી લેવી યોગ્ય નથી. આ મુદ્દે કાનૂની વર્તુળોમાં ચર્ચા છે, પરંતુ NALSAR પ્રશાસન તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી.