પ્રાથમિક શિક્ષણમાં ત્રણ ભાષા: વિકાસ કે ભારણ?
પ્રાથમિક શિક્ષણમાં ત્રણ ભાષા: વિકાસ કે ભારણ?
Published on: 01st May, 2026

CBSE બોર્ડમાં પ્રાથમિક કક્ષાએ ત્રણ ભાષા ફરજિયાત છે. આ નિર્ણયથી બાળકોનો બુદ્ધિ વિકાસ, યાદશક્તિ, વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વધે છે. સંવાદ ક્ષમતા અને સાંસ્કૃતિક સમજણ વિકસે છે. અંગ્રેજી અને અન્ય ભાષાઓ ભવિષ્યમાં તક ઊભી કરે છે. યોગ્ય પદ્ધતિથી શીખવવામાં આવે તો બાળકો પર ભારણ નહીં રહે. જોકે, નાના બાળકો માટે ભારરૂપ બની શકે છે અને એક ભાષામાં પકડ ન રહેવાની શક્યતા છે. શિક્ષક અને સંસાધનોની અછત પણ એક સમસ્યા છે.