KKR vs MI: ચહર-રોબિનની ભૂલ, વરસાદ, રિવ્યુ અને શાનદાર કેચ.
IPL 2026ની 65મી મેચમાં KKRએ MIને 4 વિકેટે હરાવ્યું. તિલક વર્માએ 25 બોલમાં પહેલી બાઉન્ડ્રી ફટકારી, જ્યારે મનીષ પાંડે બુમરાહ સામે પહેલીવાર આઉટ થયો. વરસાદને કારણે રમત 1 કલાક અટકી. દીપક ચાહરે એલનને બોલ્ડ કરી ચિઠ્ઠી કાઢવાની એક્ટિંગ કરી. રઘુવંશી-વરુણ વચ્ચે કેચ છોડવા પર બબાલ થઈ, ગ્રીનને રિવ્યુથી વિકેટ મળી અને બોશે શાનદાર કેચ પકડ્યો.
KKR vs MI: ચહર-રોબિનની ભૂલ, વરસાદ, રિવ્યુ અને શાનદાર કેચ.
કેનેડા ક્રિકેટ ચીફ અરવિંદર ખોસાનાં ઘર પર ગોળીબાર, ખંડણીની શંકા.
બ્રિટિશ કોલંબિયાના સરેમાં કેનેડા ક્રિકેટ ચીફ અરવિંદ ખોસાના ઘર પર વહેલી સવારે અંધાધૂંધ ગોળીબાર થયો. આ ઘટના ખંડણીની વસુલાત સાથે સંકળાયેલી હોવાની પ્રાથમિક શંકા છે. સ્પેશ્યલ પોલીસ સર્વિસ (SPS) અને ઇન્ટીગ્રેટેડ ફોરેન્સિક આઈડેન્ટીફીકેશન સર્વિસીઝ (IFIS) તપાસ કરી રહ્યા છે. ક્રિકેટ કેનેડામાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે આ ઘટના બની છે.
કેનેડા ક્રિકેટ ચીફ અરવિંદર ખોસાનાં ઘર પર ગોળીબાર, ખંડણીની શંકા.
શમી અંગે પૂર્વ ક્રિકેટરનો પસંદગી સમિતિ પર પ્રહાર.
વસીમ જાફરે મોહમ્મદ શમીને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રાખવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. તેમણે મુખ્ય પસંદગીકાર Ajit Agarkarની ફિટનેસ અંગેની દલીલને “બકવાસ” ગણાવી હતી. જાફરે સવાલ ઉઠાવ્યો કે જો આવા જ માપદંડ અપનાવવામાં આવે તો ભવિષ્યમાં જસપ્રીત બુમરાહ સાથે પણ આવું જ થશે? અગરકરે કહ્યું હતું કે શમી T20 માટે ફિટ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટનો લાંબો ભાર સહન કરવા માટે હજુ સંપૂર્ણ તૈયાર નથી.
શમી અંગે પૂર્વ ક્રિકેટરનો પસંદગી સમિતિ પર પ્રહાર.
હાર્દિક પંડ્યા કોના પર ભડક્યો?
MIને KKR સામે રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો. પાવરપ્લે સુધી મુંબઈએ માત્ર 46 રનમાં 4 મહત્વની વિકેટ ગુમાવી હતી અને આખી મેચમાં મોટાભાગની ભાગીદારી 20 રનથી ઓછી રહી હતી. ફિલ્ડિંગમાં થયેલી ચૂક અંગે નારાજગી વ્યક્ત કરતા હાર્દિકે કહ્યું, "મને સમજાતું નથી કે ફિલ્ડિંગમાં ક્યાં ભૂલ થઈ રહી છે. આ આખી સીઝન દરમિયાન અમારું ફિલ્ડિંગ પ્રદર્શન ઘણું નબળું રહ્યું છે. અમે ઘણા કેચ છોડ્યા છે, જે અલબત્ત કોઈ જાણી જોઈને કરતું નથી. પરંતુ રમતની આ સ્થિતિમાં તમે સત્ય છુપાવી શકતા નથી."
હાર્દિક પંડ્યા કોના પર ભડક્યો?
રોહિત અને હાર્દિકની ICC વર્લ્ડ કપમાં રમવા પર પ્રશ્નાર્થ: BCCIની ચિંતા.
આગામી ICC વનડે વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને BCCI ચિંતિત છે. રોહિતની તાજેતરની હેમસ્ટ્રિંગ ઈજા અને વધતી ઉંમર પર પસંદગીકારો સવાલ ઉઠાવી રહ્યા છે. હાર્દિકની 10 ઓવર બોલિંગ કરવાની ક્ષમતા પણ ચર્ચાનો વિષય છે. આ પરિસ્થિતિમાં, BCCI નવા ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલને તૈયાર કરવાની યોજના ધરાવે છે.
રોહિત અને હાર્દિકની ICC વર્લ્ડ કપમાં રમવા પર પ્રશ્નાર્થ: BCCIની ચિંતા.
ફેક 'નોટ સેલિબ્રેશન' કરી ભારતના સ્ટાર ક્રિકેટરે યુવા ખેલાડીઓની મજાક ઉડાવી?
IPL 2026માં Mumbai Indians અને Kolkata Knight Riders વચ્ચેની મેચ દરમિયાન દીપક ચાહરનું અનોખું ‘ફેક નોટ સેલિબ્રેશન’ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. ફિન એલનની વિકેટ બાદ દીપકે ખિસ્સામાંથી કલ્પિત ચિઠ્ઠી બતાવવાની સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું, જેને યુવા ખેલાડીઓના લોકપ્રિય ‘નોટ સેલિબ્રેશન’ ટ્રેન્ડની મજાક તરીકે જોવામાં આવી રહ્યું છે. મેચમાં KKRએ મુંબઈને 4 વિકેટે હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી હતી.
ફેક 'નોટ સેલિબ્રેશન' કરી ભારતના સ્ટાર ક્રિકેટરે યુવા ખેલાડીઓની મજાક ઉડાવી?
હાર્દિક પંડ્યા MI છોડી KKRમાં જોડાશે? દિગ્ગજે સૂચવ્યો આઈડિયા.
IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાના ભવિષ્ય અંગે અટકળો તેજ બની છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉએ હાર્દિક અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે મોટી ટ્રેડ ડીલનો વિચાર રજૂ કર્યો છે. 2024માં મુંબઈમાં પરત ફર્યા બાદ હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ ટીમ સતત નિષ્ફળ રહી છે, જેના કારણે હવે તેમને કેપ્ટનશીપ અને ટીમમાંથી દૂર કરવાની માંગ ઉઠી રહી છે.
હાર્દિક પંડ્યા MI છોડી KKRમાં જોડાશે? દિગ્ગજે સૂચવ્યો આઈડિયા.
આમિરના IPLમાં પ્રવેશનો માર્ગ ખુલ્યો!
પાકિસ્તાની સ્ટાર બોલર મોહમ્મદ આમિર હવે IPLમાં રમી શકે છે. રાજકીય કારણોસર પ્રતિબંધ હોવા છતાં, બ્રિટિશ નાગરિકતા મળવાને કારણે તે IPL 2027 Auction માટે Eligible બન્યો છે. તેની પત્ની બ્રિટિશ હોવાથી તેણે UK પાસપોર્ટ મેળવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બે વાર નિવૃત્ત થયેલા આમિર પાસે T20 લીગનો અનુભવ છે. તેની Swing બોલિંગ અને Death Oversમાં રન રોકવાની ક્ષમતા ટીમો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.
આમિરના IPLમાં પ્રવેશનો માર્ગ ખુલ્યો!
GT vs CSK: પ્લેઑફ માટે ચેન્નઈની જીત જરૂરી, GT ટૉપ-2 માટે રમશે.
IPL 2026ની 66મી મેચ GT અને CSK વચ્ચે અમદાવાદમાં રમાશે. ચેન્નઈને પ્લેઑફ માટે જીતવું અનિવાર્ય છે, જે 12 પોઇન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને છે. ગુજરાત, જે પ્લેઑફમાં પહોંચી ગઈ છે, 16 પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને છે અને ટૉપ-2 માં રહેવા પ્રયાસ કરશે. ગુજરાતનો હેડ-ટુ-હેડ રેકોર્ડ સારો છે.
GT vs CSK: પ્લેઑફ માટે ચેન્નઈની જીત જરૂરી, GT ટૉપ-2 માટે રમશે.
મહીસાગરમાં માતા vs દીકરી, કાકી vs ભત્રીજીની રસાકસી.
હરદાસપુર ગામમાં યોજાયેલ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં પારિવારિક સ્નેહ અને એકતા જોવા મળી. માતાની બોલિંગ સામે દીકરીની બેટિંગ, જેમાં માતાએ દીકરીને બોલ્ડ કરી રોમાંચ જગાવ્યો. દીકરો બન્યો અમ્પાયર. કાકી-ભત્રીજીની મેચમાં ભત્રીજીની ટીમે જીત મેળવી. આ નારી શક્તિનો ઉત્સવ છે.
મહીસાગરમાં માતા vs દીકરી, કાકી vs ભત્રીજીની રસાકસી.
મોહમ્મદ શમીની અવગણના? અજીત અગરકરનું નિવેદન ચર્ચામાં.
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI સિરીઝમાં મોહમ્મદ શમીની પસંદગી ન થતાં વિવાદ સર્જાયો છે. Chief Selector અજીત અગરકરે જણાવ્યું કે, મેડિકલ રિપોર્ટ મુજબ શમી માત્ર T20 ક્રિકેટ માટે ફિટ છે. સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન છતાં તેની અવગણનાથી ફેન્સ નારાજ છે. શમી લાંબા સમયથી ફિટનેસ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે.
મોહમ્મદ શમીની અવગણના? અજીત અગરકરનું નિવેદન ચર્ચામાં.
વિરાટ કોહલી નું બેટ બનવામાં લાગે છે આટલા વર્ષ!
એક પ્રીમિયમ બેટ બનવાની સફર એક નાના છોડથી શરૂ થાય છે અને ખેલાડીના હાથ સુધી પહોંચવામાં 20 વર્ષ લે છે. કોહલી જે બેટથી રનનો વરસાદ કરે છે તેને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં કેટલાય વર્ષોની સખત મહેનત અને પ્રક્રિયા લાગે છે. આ પ્રક્રિયામાં યોગ્ય હવામાન, ખાસ પ્રકારના વૃક્ષો અને કુશળ કારીગરોની વર્ષોની મહેનત શામેલ હોય છે. વિશ્વના મોટાભાગના પ્રીમિયમ ક્રિકેટ બેટ બનાવવા માટે ઇંગ્લેન્ડમાં ઉગતા ખાસ 'અંગ્રેજી વિલો' વૃક્ષોનો ઉપયોગ થાય છે. આ વૃક્ષોનું લાકડું વજનમાં ખૂબ જ હલકું અને અંદરથી અત્યંત મજબૂત હોય છે. ઇંગ્લેન્ડની ચોક્કસ માટીના કારણે જ ત્યાંના લાકડામાં એક ખાસ પ્રકારની પ્રીમિયમ ગુણવત્તા જોવા મળે છે.
વિરાટ કોહલી નું બેટ બનવામાં લાગે છે આટલા વર્ષ!
વૈભવ સૂર્યવંશીના રેકોર્ડ્સ અને પંતની ગાળો!
રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. વૈભવ સૂર્યવંશીએ એક સીઝનમાં સૌથી વધુ સિક્સર અને પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડ્યો. 'Baby Boss'એ 23 બોલમાં ફિફટી ફટકારી અને 93 રન બનાવ્યા. મેચ હાર્યા બાદ લાઈવ ઈન્ટરવ્યૂમાં રિષભ પંતે ગાળો ભાંડી.
વૈભવ સૂર્યવંશીના રેકોર્ડ્સ અને પંતની ગાળો!
ડાઉન સિન્ડ્રોમનો મંત્ર: ગુજરાતનો પ્રથમ ગ્રેજ્યુએટ, પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા.
રાજકોટના મંત્ર હરખાણી, ડાઉન સિન્ડ્રોમ (Down Syndrome) હોવા છતાં ગુજરાતનો પ્રથમ મનોદિવ્યાંગ ગ્રેજ્યુએટ બન્યો છે. તેણે પેરા ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે અને PM મોદીના હસ્તે 'રાષ્ટ્રીય બાળ પુરસ્કાર' મેળવ્યો છે. તેની માતાના અતૂટ વિશ્વાસ અને મંત્રની મહેનતથી તેણે શૈક્ષણિક અને રમતગમતના ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવી છે.
ડાઉન સિન્ડ્રોમનો મંત્ર: ગુજરાતનો પ્રથમ ગ્રેજ્યુએટ, પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા.
10 છગ્ગા, 7 ચોગ્ગા અને 38 બોલમાં 93 રન... વૈભવ સૂર્યવંશીએ ધ્વસ્ત કર્યા અનેક 'મહારેકોર્ડ'
IPL 2026 માં રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય યુવા સનસનાટીભર્યા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાના બેટથી નવો ઇતિહાસ રચી દીધો છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તેણે લખનઉ સુપર જાયન્ટ્સના બોલરોની બેરહેમ ધુલાઈ કરીને રાજસ્થાનને એક યાદગાર જીત અપાવી છે. તેણે મેદાનની ચારેય તરફ શોટ્સ ફટકારીને માત્ર 38 બોલમાં 244 થી વધુના સ્ટ્રાઈક રેટથી 93 રન (10 છગ્ગા, 7 ચોગ્ગા) ઠોકી દીધા હતા.
10 છગ્ગા, 7 ચોગ્ગા અને 38 બોલમાં 93 રન... વૈભવ સૂર્યવંશીએ ધ્વસ્ત કર્યા અનેક 'મહારેકોર્ડ'
KKR vs MI: KKR માટે 'કરો યા મરો', MI માં Hardik Pandya નું કમબેક.
IPL 2026 ની 65મી મેચ KKR અને MI વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાશે. KKR ને પ્લેઑફ માટે જીતવું અનિવાર્ય છે. MI પ્લેઑફની રેસમાંથી બહાર છે, પરંતુ KKR નું ગણિત બગાડી શકે છે. હાર્દિક પંડ્યા ઇજા બાદ કમબેક કરી શકે છે. KKR એ શરૂઆતની 6 હાર બાદ શાનદાર કમબેક કર્યું છે, પરંતુ મોડું થયું છે. ફિન એલન, અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંહ ફોર્મમાં છે. પીચ બેટર્સ માટે મદદરૂપ છે, જ્યાં હાઈ-સ્કોરિંગ મેચની શક્યતા છે.
KKR vs MI: KKR માટે 'કરો યા મરો', MI માં Hardik Pandya નું કમબેક.
અફઘાનિસ્તાન સામે Team India જાહેર: 4 નવા ખેલાડીઓને મોટી તક.
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટેસ્ટ સ્ક્વોડમાં શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, KL રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત, દેવદત્ત પડિક્કલ, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, માનવ સુથાર, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે, ધ્રુવ જુરેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. વનડે સ્ક્વોડમાં શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, KL રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, હર્ષ દુબેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાન સામે Team India જાહેર: 4 નવા ખેલાડીઓને મોટી તક.
કોલકાતામાં મેસીનો જીવ જોખમમાં મૂકાયો!
લિયોનલ મેસીના કોલકાતા કાર્યક્રમ દરમિયાન થયેલી ગેરવ્યવસ્થાના મામલે નવો વળાંક આવ્યો છે. ‘GOAT India Tour’ના આયોજક શતાદ્રુ દત્તાએ પૂર્વ રમતગમત મંત્રી અરૂપ બિસ્વાસ, કાઉન્સિલર જુઈ બિસ્વાસ અને પૂર્વ DGP રાજીવ કુમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સુરક્ષા ભંગ અને મેસીની સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ડિસેમ્બર 2025માં સોલ્ટ લેક સ્ટેડિયમમાં ભારે ધમાલ અને તોડફોડ સર્જાઈ હતી, જેના બાદ શતાદ્રુ દત્તાની ધરપકડ થઈ હતી અને તેમણે 37 દિવસ જેલમાં વિતાવ્યા હતા. હવે આ મામલે રાજકીય અને રમતગમત જગતમાં ફરી ગરમાવો આવ્યો છે.
કોલકાતામાં મેસીનો જીવ જોખમમાં મૂકાયો!
સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ.
અમદાવાદમાં SRT10 અલ્ટેવોલ એકેડેમીની મુલાકાત દરમિયાન, Sachin Tendulkar એ યુવા ક્રિકેટર્સ સાથે સંવાદ સાધ્યો. તેમણે રમતગમતમાં શિસ્ત, ધીરજ અને શીખવાની ખુશી પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, "ભારતનું રમતગમતનું ભવિષ્ય પાયાના સ્તરે રોકાણ અને ભયમુક્ત પ્રોત્સાહન પર નિર્ભર રહેશે." ટેલેન્ટ ભગવાન આપે છે, પરંતુ તેનું શું કરવું તે તમારા હાથમાં છે, શોર્ટકટથી સફળતા મળતી નથી, તેમણે જણાવ્યું.
સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ.
એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ!
મહેન્દ્ર સિંહના IPL ભવિષ્યને લઈને ફરી ચર્ચા તેજ બની છે. ઈજાના કારણે ધોની આ સીઝનમાં એક પણ મેચ રમી શક્યા નથી અને ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી મેચમાં પણ તેઓ મેદાનમાં ઉતર્યા નહોતા. તેમના નજીકના મિત્ર સુરેશ રૈનાએ ખુલાસો કર્યો કે ધોનીએ પોતાનું શરીર હવે નબળું પડી ગયું હોવાનું જણાવ્યું છે. જોકે, રૈનાએ આગામી સીઝનમાં વાપસી માટે દબાણ કરતાં ધોનીએ “મને જોવા દો” એવો જવાબ આપ્યો હતો. આથી ફેન્સમાં હજુ પણ આશા જીવંત છે કે ‘થાલા’ ફરી મેદાનમાં જોવા મળી શકે.
એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ!
ધોનીનું CSK સાથે ફોટોશૂટ, ગાયકવાડના 1000 રન, ક્લાસનના 2000 IPL રન.
IPL: RR vs LSG, રાજસ્થાન ઘરમાં જીત્યું નથી, લખનઉને 5 વાર હરાવ્યું.
IPL 2024 ની 64મી મેચ RR અને LSG વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. પ્લેઑફમાં ટકી રહેવા રાજસ્થાન માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી છે. જોકે, આ સીઝનમાં રાજસ્થાન ઘરઆંગણે એક પણ મેચ જીતી શક્યું નથી. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂક્યું છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 7 મેચ રમાઈ છે, જેમાં RRએ 5 અને LSGએ 2 મેચ જીતી છે.
IPL: RR vs LSG, રાજસ્થાન ઘરમાં જીત્યું નથી, લખનઉને 5 વાર હરાવ્યું.
પંચમહાલ દરજી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બાલાસિનોરની ટીમ વિજેતા.
પંચમહાલના શહેરાના ખડોદી ગામે શ્રી 212 દરજી વિકાસ મંડળ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાલાસિનોર ઇલેવનક્ર વિજેતા બની. સમાજમાં રમતગમત, એકતા અને સંગઠનની ભાવના વધારવાના ઉમદા હેતુથી આયોજિત આ સ્પર્ધામાં પંચમહાલ, મહીસાગર અને આસપાસના વિસ્તારોની 14 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલમાં બાલાસિનોર ઇલેવનક્ર અને પીપાવંશી ઇલેવન ખાનપુર વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો, જેમાં બાલાસિનોરની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
પંચમહાલ દરજી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બાલાસિનોરની ટીમ વિજેતા.
PMના પેટ્રોલ બચાવવાના આહ્વાન સામે IPL મેચો પર સવાલ.
વડાપ્રધાનની પેટ્રોલ બચાવવાની અપીલ છતાં IPL મેચો વિવિધ શહેરોમાં રમાઈ રહી છે. દસ ટીમના ખેલાડીઓ ચાર્ટર વિમાનોમાં ફરે છે. ઇંધણ બચાવવા IPL મેચો બંધ બારણે અને એક જ સ્થળે યોજવી જોઈએ, તેમ ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનું સૂચન. મનોરંજન માટે થતા આ પ્રવાસથી પેટ્રોલ-ડીઝલનો વ્યય થાય છે.
PMના પેટ્રોલ બચાવવાના આહ્વાન સામે IPL મેચો પર સવાલ.
મૂળ ભારતીય બ્રિટિશ ગોલ્ફર એરોન રાયે US PGA ચેમ્પિયનશિપ જીતી.
ભારતીય મૂળના બ્રિટિશ ગોલ્ફર એરોન રાયે પ્રતિષ્ઠિત PGA Championship જીતી ગોલ્ફ જગતમાં નવો ઇતિહાસ રચ્યો છે. 31 વર્ષીય એરોન રાય વર્ષ 1919 બાદ આ ખિતાબ જીતનારા પ્રથમ ઇંગ્લિશ ખેલાડી બન્યા છે, જેના દ્વારા તેમણે 107 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ફાઇનલમાં તેમની સામે રોરી મેકઇલરાય અને જોન રહમ જેવા દિગ્ગજ ખેલાડીઓ હતા. શરૂઆતમાં કેટલીક ભૂલો છતાં વિશ્વ રેન્કિંગમાં 44મા સ્થાને રહેલા એરોન રાયે જબરદસ્ત વાપસી કરીને ઐતિહાસિક જીત મેળવી હતી.
મૂળ ભારતીય બ્રિટિશ ગોલ્ફર એરોન રાયે US PGA ચેમ્પિયનશિપ જીતી.
રિષભ પંત માટે ખતરાની ઘંટડી!
IPL 2026 બાદ ભારતીય ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ અને ત્રણ વનડે મેચની સિરીઝ રમશે. 6 જૂનથી મુલ્લાંપુરમાં ટેસ્ટ મેચ જ્યારે ધર્મશાળા, લખનઉ અને ચેન્નઈમાં વનડે મુકાબલા યોજાશે. આ દરમિયાન રિષભ પંત માટે મુશ્કેલીના સંકેતો સામે આવ્યા છે. અહેવાલો મુજબ BCCI ટેસ્ટ ટીમના વાઇસ-કેપ્ટન પદ પરથી પંતને હટાવવાનો ગંભીરતાથી વિચાર કરી રહી છે. જોકે વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમમાં તેનું સ્થાન સુરક્ષિત માનવામાં આવે છે. 19 મેના રોજ ગુવાહાટીમાં યોજાનારી પસંદગીકારોની બેઠકમાં આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે.
રિષભ પંત માટે ખતરાની ઘંટડી!
‘લોકોને વાતનું વતેસર કરવાની ટેવ…’, યુઝવેન્દ્ર ચહલ સાથે વિવાદની અટકળો પર મહવશનો જવાબ.
RJ મહવશએ યુઝવેન્દ્ર ચહલ સાથેના સંબંધોની અટકળો પર સ્પષ્ટતા કરી. તેમણે જણાવ્યું કે મિત્રો વચ્ચે મતભેદ સામાન્ય છે અને એકબીજાને અનફોલો કરવા તે કોઈ મોટો મુદ્દો નથી. બંને વચ્ચે ઘણા સારા પળો રહ્યા હોવાથી તે કોઈ કડવાશ રાખતી નથી અને ચહલ માટે હંમેશા શુભેચ્છા ઇચ્છશે. લોકો નાની બાબતોને મોટો મુદ્દો બનાવે છે, જે યોગ્ય નથી. ચહલ અને મહવશ અગાઉ જાન્યુઆરીમાં અનફોલો થતાં ચર્ચામાં આવ્યા હતા, ખાસ કરીને ચહલના છૂટાછેડા પછી તેમની મિત્રતા પર પ્રશ્નો ઉઠી રહ્યા હતા.
‘લોકોને વાતનું વતેસર કરવાની ટેવ…’, યુઝવેન્દ્ર ચહલ સાથે વિવાદની અટકળો પર મહવશનો જવાબ.
તેઓ ક્યારેય મળ્યા જ નથી...: ક્રિકેટર તિલક વર્મા સાથે અફેરની અટકળો પર એક્ટ્રેસ શ્રીલીલાની ટીમની સ્પષ્ટતા.
તિલક વર્મા અને અભિનેત્રી શ્રીલીલાના ડેટિંગની અફવાઓ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચામાં આવી છે. સૂર્યકુમાર યાદવના મજાકિયા વીડિયોએ આ ચર્ચાને વધુ વેગ આપ્યો હતો. અગાઉ શ્રીલીલાની માતા મુંબઈ ઇન્ડિયન્સની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળતા અને સોશિયલ મીડિયા પર કેટલાક દાવાઓ થતા અફવાઓ શરૂ થઈ હતી. જોકે શ્રીલીલાની ટીમે સ્પષ્ટતા કરી છે કે બંને ક્યારેય મળ્યા પણ નથી અને આ તમામ ચર્ચાઓ પાયાવિહોણી છે. હાલ બંને પોતપોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
તેઓ ક્યારેય મળ્યા જ નથી...: ક્રિકેટર તિલક વર્મા સાથે અફેરની અટકળો પર એક્ટ્રેસ શ્રીલીલાની ટીમની સ્પષ્ટતા.
‘હાર્દિક પંડ્યા એકલો કેમ ભોગ બને?’, અશ્વિન ભડક્યો!
IPLમાં ટીમનો કેપ્ટન બનવું ગ્લેમર સાથે ભારે દબાણ અને ટીકા પણ લાવે છે. હાર્દિક પંડ્યાએ IPLમાં ખેલાડીથી કેપ્ટન બન્યા બાદ બંને પ્રકારના અનુભવો કર્યા છે. તેણે ગુજરાત ટાઇટન્સને 2022માં ડેબ્યૂ સીઝનમાં જ ચેમ્પિયન બનાવ્યા હતા અને સતત બે ફાઇનલ સુધી પહોંચાડ્યા હતા. જોકે 2024માં મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફર્યા બાદ રોહિત શર્માની સફળ કેપ્ટનશિપ બાદ ટીમ સંભાળતા હાર્દિકને ભારે દબાણ અને કડક ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનએ હાર્દિકનું સમર્થન કરતાં કહ્યું કે મુંબઈ ઇન્ડિયન્સની નિષ્ફળતા માટે માત્ર કેપ્ટનને જવાબદાર ઠેરવવું અન્યાયપૂર્ણ છે.
‘હાર્દિક પંડ્યા એકલો કેમ ભોગ બને?’, અશ્વિન ભડક્યો!
IPL: CSK vs SRH - ચેન્નઈ માટે કરો યા મરો, હૈદરાબાદ સામે 15 જીત.
IPL 2026ની 63મી મેચમાં CSK અને SRH ચેપોકમાં ટકરાશે. પ્લેઓફની રેસમાં બંને ટીમ માટે આ મેચ crucial છે. CSK છઠ્ઠા અને SRH ત્રીજા સ્થાને છે. CSK માટે આ મેચ જીતવી અત્યંત જરૂરી છે. SRH આ જીત સાથે પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ પાકું કરવા ઇચ્છશે. બંને ટીમ 24મી વખત ટકરાશે, જેમાં CSK 15 વખત જીત્યું છે.