કોલકાતામાં મેસીનો જીવ જોખમમાં મૂકાયો!
કોલકાતામાં મેસીનો જીવ જોખમમાં મૂકાયો!
Published on: 19th May, 2026

લિયોનલ મેસીના કોલકાતા કાર્યક્રમ દરમિયાન થયેલી ગેરવ્યવસ્થાના મામલે નવો વળાંક આવ્યો છે. ‘GOAT India Tour’ના આયોજક શતાદ્રુ દત્તાએ પૂર્વ રમતગમત મંત્રી અરૂપ બિસ્વાસ, કાઉન્સિલર જુઈ બિસ્વાસ અને પૂર્વ DGP રાજીવ કુમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સુરક્ષા ભંગ અને મેસીની સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ડિસેમ્બર 2025માં સોલ્ટ લેક સ્ટેડિયમમાં ભારે ધમાલ અને તોડફોડ સર્જાઈ હતી, જેના બાદ શતાદ્રુ દત્તાની ધરપકડ થઈ હતી અને તેમણે 37 દિવસ જેલમાં વિતાવ્યા હતા. હવે આ મામલે રાજકીય અને રમતગમત જગતમાં ફરી ગરમાવો આવ્યો છે.