શસ્ત્રો ખૂટતા અમેરિકાએ યુદ્ધ પડતું મૂક્યું, ઇરાનને શાંતિ માટે વિનવણી કરી
શસ્ત્રો ખૂટતા અમેરિકાએ યુદ્ધ પડતું મૂક્યું, ઇરાનને શાંતિ માટે વિનવણી કરી
Published on: 22nd June, 2026

અમેરિકાએ ઇરાન સાથે યુદ્ધ તો શરુ કરી દીધુ પરંતુ તેના પછી તેણે સંધિ કરવા માટે જે ઉતાવળ કરી તેણે આખા વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. અહીં સ્પષ્ટ દેખાયું કે સામાન્ય રીતે હુમલાનો ભોગ બનનાર દેશ યુદ્ધ શાંત રાખવા વિનતી કરતું હોય, પરંતુ અહીં આક્રમણકાર અમેરિકા પોતે જાણે યુદ્ધ બંધ કરવા ઇરાનને વિનંતી કરી રહ્યુ હોય તેવી સ્થિતિ હતી. અમેરિકાએ એકબાજુએ યુક્રેન અને ઇઝરાયેલના શસ્ત્રો આપવાના હોય છે. તેના પછી તેણે ઇરાન સામે પણ તેના શસ્ત્રો વાપરતા તેનો શસ્ત્ર ભંડાર ઝડપથી ખાલી થયો હતો. આના લીધે છેવટે સ્થિતિ એવી આવી હતી કે અમેરિકાનો સ્વબચાવ માટે શસ્ત્રો ખૂટી પડયા હતા.