ટ્રમ્પની હુમલાની ધમકી, ઇરાને વાર્તા અટકાવી, હોર્મુઝ ખાડી પર સંકટ
ટ્રમ્પની હુમલાની ધમકી, ઇરાને વાર્તા અટકાવી, હોર્મુઝ ખાડી પર સંકટ
Published on: 22nd June, 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી હુમલાની ધમકી આપતાં ઇરાને સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી વાટાઘાટો અટકાવી દીધી છે. ટ્રમ્પે હિઝબુલ્લાહને મદદ બંધ નહીં કરતાં બોમ્બમારો કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ પહેલા ઇઝરાયેલે પોતાનું સૈન્ય એલર્ટ કરી દીધું છે. હોર્મુઝ ખાડી હાલ સામાન્ય સ્થિતિમાં છે, જ્યાં 24 કલાકમાં 67 શિપ્સ પસાર થઈ છે. વાટાઘાટોમાં અડચણ આવતાં ખાડી પર ફરી અસમંજસ પ્રવર્તી રહી છે.