નેતન્યાહુની ટ્રમ્પ સાથેના સંબંધો પર સ્પષ્ટતા: 'બંનેના વિચારો જુદા હોઈ શકે છે'
નેતન્યાહુની ટ્રમ્પ સાથેના સંબંધો પર સ્પષ્ટતા: 'બંનેના વિચારો જુદા હોઈ શકે છે'
Published on: 22nd June, 2026

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધો અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, બંને દેશોના નેતાઓ સ્વતંત્ર છે અને દરેક મુદ્દે તેમની સહમતિ હોવી જરૂરી નથી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ નિવેદન મહત્વનું છે. બીજી તરફ, અમેરિકા અને ઇરાન વચ્ચે 18 કલાક લાંબી મેરેથોન મંત્રણા થઈ, જેમાં કતાર અને પાકિસ્તાને મધ્યસ્થતા કરી. ઇરાને પ્રતિબંધો હટાવી તેલ વેચાણ અને અટવાયેલી સંપત્તિ પરત મેળવવાની શરતો મૂકી.