ઉંમરની છેતરપિંડીનો મોટો કાંડ, એક સાથે 65 ક્રિકેટરો પર પ્રતિબંધ
ઉંમરની છેતરપિંડીનો મોટો કાંડ, એક સાથે 65 ક્રિકેટરો પર પ્રતિબંધ
Published on: 04th September, 2026

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એ ઉંમરની છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો સામે મોટી કાર્યવાહી કરી છે, જેમાં 65 ખેલાડીઓની નોંધણી અને ટ્રાન્સફર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ખેલાડીઓ આગામી બે સ્થાનિક સીઝન દરમિયાન કોઈપણ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. આ નિર્ણયમાં 2022 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા ઝડપી બોલર રવિ કુમાર અને લેગ-સ્પિનર ​​રોહિત યાદવ જેવા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે, જેમની જન્મ તારીખમાં નોંધપાત્ર વિસંગતતાઓ મળી આવી છે.