સીઝફાયર બાદ પણ અમેરિકાએ ઈરાનના 'કેશમ દ્વીપ' પર કેમ કર્યો હુમલો?
સીઝફાયર બાદ પણ અમેરિકાએ ઈરાનના 'કેશમ દ્વીપ' પર કેમ કર્યો હુમલો?
Published on: 03rd June, 2026

વૈશ્વિક તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) હોવા છતાં, અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટના પ્રવેશદ્વાર પર સ્થિત વ્યૂહાત્મક 'કેશમ દ્વીપ' (Qeshm Island) પર હુમલો કર્યો. આ ટાપુ પર અમેરિકાનો ચોથો હુમલો છે. CENTCOM અનુસાર, હેલફાયર મિઝાઈલ વડે ઓઈલ ટેન્કરને નિશાન બનાવાયું. આ હુમલા બાદ ઈરાને કુવૈત અને બહેરીનમાં અમેરિકી મથકો પર વળતો પ્રહાર કર્યો, જેના કારણે ખાડી દેશોમાં તણાવ વધ્યો છે. કેશમ દ્વીપ ઈરાનનું 'મિઝાઈલ સિટી' અને તેલ ઉત્પાદનનું મોટું કેન્દ્ર છે.