કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો: અફરાતફરી સર્જાઈ, નાગરિકોને સલાહ
કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો: અફરાતફરી સર્જાઈ, નાગરિકોને સલાહ
Published on: 03rd June, 2026

કુવૈતે ઈરાની હુમલા બાદ નાગરિકોને શંકાસ્પદ વસ્તુઓથી દૂર રહેવા સલાહ આપી છે. આ ડ્રોન હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને ટર્મિનલ બિલ્ડિંગને નુકસાન થયું છે. ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પેસેન્જર ટર્મિનલ 1 પર અનેક ડ્રોન હુમલા થયા હતા. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, હુમલાથી એરપોર્ટ પર ગભરાટ ફેલાયો હતો. તાત્કાલિક બચાવ પ્રક્રિયા શરૂ કરાઈ, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા. સુરક્ષા દળો તપાસ કરી રહ્યા છે.