પૂર્વ સુપ્રીમ લીડર ખામેનેઇને 3 મહિના બાદ અંતિમ વિદાય, મશહદમાં દફન થશે
પૂર્વ સુપ્રીમ લીડર ખામેનેઇને 3 મહિના બાદ અંતિમ વિદાય, મશહદમાં દફન થશે
Published on: 03rd June, 2026

ઇરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) અયાતુલ્લા અલી ખામેનેઇ માટે ત્રણ દિવસના સત્તાવાર રાજકીય અંતિમ સંસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આગામી 15 જૂનની આસપાસ ઇસ્લામિક કેલેન્ડરના અંતિમ મહિના 'ઝિલહિજ્જા'ના અંતમાં આ કાર્યક્રમો યોજાશે. ખામેનેઇની અંતિમ ઇચ્છા મુજબ, તેમને મશહદમાં આવેલી પવિત્ર 'ઇમામ રઝા દરગાહ' પરિસરમાં દફનાવવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થા અને પ્રચંડ ભીડને કારણે અંતિમ સંસ્કાર મુલતવી રખાયા હતા. તેહરાન, કોમ અને મશહદમાં ભવ્ય શોક યાત્રાઓ નીકળશે, જેમાં લાખો લોકો ઉમટી પડશે.