ઓમાન નજીક જહાજમાં આગ: ત્રણ દિવસમાં ત્રીજી ઘટના
ઓમાન નજીક જહાજમાં આગ: ત્રણ દિવસમાં ત્રીજી ઘટના
Published on: 11th June, 2026

ઓમાનના દરિયાકિનારે 'MT Jalveer' નામના જહાજ પર હુમલો થતાં આગ લાગી છે. શિનસ બંદર નજીક થયેલી આ ઘટનામાં જહાજમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. આ છેલ્લા ત્રણ દિવસમાં જહાજો પર થયેલી ત્રીજી મોટી ઘટના છે. આ પહેલાં અમેરિકા દ્વારા 'સેટેબેલો' ટેન્કર પર કરાયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હતા. ભારતીય એમ્બેસી આ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને સ્થાનિક ઓમાની અધિકારીઓ સાથે સંપર્કમાં છે.